વિગતવાર ફોટો સાથે બટાટાની ચીપ્સ્ નું શાક ની રેસીપી
-
જો તમને બટાટા ચિપ્સ નુ શાક ગમે છે, તો અન્ય ગુજરાતી વાનગીઓ પણ અજમાવો.
-
બટાટા ચિપ્સ નુ શાક કંઈ સામગ્રીથી બને છે? બટાટા ચિપ્સ નુ શાક ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા, તેલ, તળવા માટે, ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ, ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ટીસ્પૂન ખસખસ, ૧ ટીસ્પૂન તલ, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન મરચાં પાવડર, ૧ ટીસ્પૂન સાકર, ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું. બટાટા ચિપ્સ નુ શાક માટેની સામગ્રીની યાદી જુઓ.
-
બટાટાની લાંબી ચીરી બનાવવા માટે, બટેટાને સારી રીતે ધોઈ લો.
-
પીલરનો ઉપયોગ કરીને બટાટાને છોલી લો.
-
બટાટાને ચોપીંગ બોર્ડ પર આડો મૂકો અને ધારદાર છરી વડે તેને ૩ જાડા ટુકડાઓમાં કાપો.
-
દરેક સ્લાઇસમાંથી લગભગ ૩ જાડી ચીરી કાપો. ધારદાર છરીનો ઉપયોગ કરવો. અમે ૩ કપ બટાકાની ચીરીઓ મેળવવા માટે ૪ મોટા બટાકાનો ઉપયોગ કર્યો છે.
-
બટેટા ચિપ્સને તળવા માટે, એક ઊંડી નોન-સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરો.
-
ગરમ તેલમાં બટાટાની થોડી ચીરીઓ ઉમેરો.
-
બટાટાની ચીરીઓ બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
-
ટીશ્યુ પેપર પર કાઢી મૂકો.
-
બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક કઢાઈમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
-
૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ ઉમેરો.
-
મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ સુધી અથવા કાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
-
૧/૨ ટીસ્પૂન જીરૂ ઉમેરો.
-
૧ ટીસ્પૂન ખસખસ ઉમેરો.
-
૧ ટીસ્પૂન તલ ઉમેરો.
-
૧/૨ ટીસ્પૂન હળદર ઉમેરો.
-
૧ ટીસ્પૂન મરચાં પાવડર ઉમેરો.
-
મધ્યમ તાપ પર બીજી ૧ મિનિટ સુધી સાંતળી લો.
-
તળેલી બટાટાની ચિપ્સ ઉમેરો.
-
૧ ટીસ્પૂન સાકર ઉમેરો.
-
૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરો.
-
સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
-
સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
-
બટાટા ચિપ્સ નુ શાક | ગુજરાતી ચિપ્સ નુ શાક | બટાકાની કાતરી નું શાક | ગુજરાતી સ્ટાઈલ ડ્રાય બટાટા નુ શાક | batata chips nu shaak recipe in Gujarati | તૈયાર છે.
-
બટાટા ચિપ્સ નુ શાકને પુરી અને શ્રીખંડ સાથે પીરસો.
-
બટાકાને જાડી પટ્ટીઓ અથવા ચીરીમાં કાપો જેથી રસોઈ કરતી વખતે તે તૂટી ન જાય.
-
તૈયાર કરેલી રેસીપીને જ્યાં સુધી તે ઠંડુ ન થાય ત્યાં સુધી ઢાંકશો નહીં, કારણ કે જ્યારે તે ગરમ હોય ત્યારે બહાર નીકળતી વરાળ બટાકાને નરમ બનાવી દેશે.
-
બટાટા નરમ થઈ જાય તે પહેલાં તેને ગરમ અને તાજું પીરસો.